અશ્રુ ભીની મને એ તારી આંખો યાદ આવે છે....!

|

Wednesday, June 13, 2007

સપના મા કરી હતી તે વાતો યાદ આવે છે
ખુદા ને કરેલી મારી ફરિયાદો યાદ આવે છે
*
ફફ્ત તારા સંગ જીવન મેહેક્તુ હતુ મારુ
સાથે તારા વીતાવેલા પળો યાદ આવે છે
*
સૂરજ ના કિરણ અજવાસ લાવે જીવન મા
ચાંદની તળે કરેલી એ વાતો યાદ આવે છે
*
કોને કહુ હવે મારા જીવન ની વેદના હવે
જાણ્યે-અજાણ્યે કરેલા મારા ગુનાહો યાદ આવે છે
*
ઓળખી ન સક્યો આ "ધવલ" તારા પ્રેમ ને
અશ્રુ ભીની મને એ તારી આંખો યાદ આવે છે

0 comments: